સાયકલ લઈને શાળાએથી ઘરે જતા 2 ભાઈઓને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત… મોટાભાઈની નજર સામે નાના ભાઈનું કરુણ મોત…

હાલમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સ્કૂલેથી ઘરે પરત ફરી રહેલા એક વિદ્યાર્થીને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, આ કારણોસર તેનું કારણ મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે વિદ્યાર્થી તેના ભાઈ સાથે સાઇકલ પર ઘરે જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં એક બાઈક ચાલકે વિદ્યાર્થીની સાઇકલને જોરદાર ટક્કર લગાવી હતી.

જેના કારણે સાયકલ રોડની કિનારે પાર્ક કરેલા ટ્રેકટર સાથે અથડાઈ હતી. આ ઘટનામાં વિદ્યાર્થીનું માથું ટ્રેક્ટર સાથે અથડાયું હતું. જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. વિદ્યાર્થીનું મોત થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાંથી સામે આવી રહી છે.

વિગતવાર વાત કરીએ તો, અંશુલ અને સૌરભ નામના બે ભાઈઓ સાયકલ લઈને સ્કૂલે અભ્યાસ કરવા માટે ગયા હતા. સ્કૂલે અભ્યાસ કરીને બંને ભાઈઓ જ્યારે ઘરે આવી રહ્યા હતા. ત્યારે અંશુલ સાઇકલ ચલાવી રહ્યો હતો અને તેનો ભાઈ સૌરભ પાછળ બેઠેલો હતો. આ દરમિયાન રસ્તામાં સામેથી આવતી એક ઝડપી બાઇકે તેમની સાયકલને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે સાયકલ પર સવાર બંને ભાઈઓ રોડના કિનારે પાર્ક કરેલા ટ્રેક્ટર સાથે અથડાયા હતા. આ ઘટનામાં સાયકલ ચલાવનાર અંશુલને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ કારણોસર તેનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે તેના ભાઈ સૌરભને ઘટનામાં સામાન્ય ઇજા પહોંચી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને મૃત્યુ પામેલા બાળકના પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

ત્યારબાદ ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે યોગ્ય કાર્યવાહી કરીને મૃત્યુ પામેલા બાળકના મૃત દેહે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. આ ઘટના બનતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડી તૂટી પડ્યો હતો. હાલમાં પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*