સમગ્ર ભારતમાં અનેક મંદિરો આવેલા છે અને તેની પાછળની ઇતિહાસ ગાથા પણ જોડાયેલી હોય છે જેને સાંભળીને આપણે પણ ઘણીવાર માટે વિચારવા મજબૂર થઈ જતા હોઈએ છીએ કે આજે પણ આ કળિયુગમાં આવું થવું શક્ય છે. આજે ભલે ઘણા લોકો વિજ્ઞાનમાં રસ ધરાવતા હોય પરંતુ વિજ્ઞાન જ્યાં પૂર્ણ થાય ત્યાં ધર્મ ભક્તિ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થાના પ્રતીકો શરૂ થઈ જતા હોય છે. આજના સમયમાં ભારતના અનેક મંદિરોમાં એવા ચમત્કાર થાય છે જેની સામે વિજ્ઞાનની બુદ્ધિ પણ વિચારવા માટે મજબૂર થઈ જતી હોય છે આજે એક એવા જ મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેનો ઇતિહાસ અને વાતો સાંભળી તમને પણ નવાઈ લાગશે.
ભારત દેશમાં તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લામાં આવેલા ઓટ્ટાનંદલ ગામમાં પ્રસિદ્ધ રથિનાવેલપાંડિયન મુરુગન મંદિર આવેલું છે. આ મંદિર તેના જુના ઇતિહાસ માન્યતા અને સુંદરતા માટે સમગ્ર ભારતભરમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ મંદિરમાં મુખ્ય દેવતા મુરુગન 5 ફૂટની ઊંચાઈએ બિરાજમાન છે. અહીં દેશ વિદેશથી ભક્તો ભગવાનના દર્શન કરવા માટે પધારે છે. અને પોતાના જીવનમાં ધન્યતાનો અનુભવ કરે છે. આ મંદિરમાં જોકે દરેક ઉત્સવ અને તહેવારોની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે પરંતુ મુખ્ય તહેવાર આ મંદિરમાં જોકે દરેક ઉત્સવ અને તહેવારોની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે પરંતુ મુખ્ય ઉત્સવ તરીકે પંગુની ઉથિરમ ઉત્સવ ઉજવવામાં આવે છે.
આ ઉત્સવ દરમિયાન તમામ ભક્તો હરખ અને આનંદથી સંપૂર્ણ શ્રદ્ધા ભાવ સાથે ભગવાન મુરુગનને વિવિધ ભેટો અર્પણ કરે છે.જેમાં ફૂલો ફળો અને મીઠાઈઓનો હાર ફૂલ માળા નો સમાવેશ થાય છે.આ વર્ષે પણ આ ઉત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને મંદિરમાં આવેલા એક ભક્તે ભગવાનને ભક્તિ ભાવથી નવ લીંબુ અર્પણ કર્યા હતા.આ લીંબુ સામાન્ય જ હતા.પરંતુ તેમને ખાસ મંત્રોથી પવિત્ર કરવામાં આવ્યા હતા. આ લીંબુ ની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે આથી જ આ લીંબુને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ લીંબુની ભક્તોને ખબર પડતાની સાથે જ તેને ગ્રહણ કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી.
આ બાદ હરાજી નું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર હરાજીમાં આ લીંબુ ની કિંમત 2.36 લાખ સુધી જોવા મળી હતી. તમામ લોકો માનતા હતા કે આ લીંબુ ને ઘરમાં લાવવાથી સુખ-શાંતિ સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આવશે. આ ઘટના પરથી કહી શકાય કે ભારતના તમામ લોકો ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા રાખે છે કે તેમને અર્પણ કરેલી કોઈ સામાન્ય વસ્તુ અથવા ભેટ નહીં પરંતુ તેમના ભગવાનના આશીર્વાદ સમાન છે.