19 વર્ષના દીકરાએ પોતાની માતા અને બહેનનો જીવ લઈ લીધો, માત્ર આટલી નાની બાબતમાં દીકરાએ આ પગલું ભરી – જાણો સમગ્ર ઘટના

આજકાલ જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી ચોકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર શુક્રવારે છત્તીસગઢના કોરબામાં SECL કર્મચારી ની પત્ની અને તેની 21 વર્ષની દીકરીનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ સમગ્ર કેસને લઈને પોલીસે કર્મચારીના 19 વર્ષના દીકરા અમનની ધરપકડ કરી છે. અમનની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, તેની માતા અને તેની બહેન તેને ડ્રગ્સ લેવાથી રોકતા હતા.

તેના કારણે ધારદાર વસ્તુ વડે તેને બંનેનો જીવ લઈ લીધો હતો. મળતી માહિતી અનુસાર પોલીસને બાથરૂમમાંથી માતા અને દીકરીનું મૃતદેહ મળી આવ્યું હતું. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર આરકે દાસ SECLની કુસમુંડા ખાણમાં કામ કરે છે. આરકે દાસ રાબેતા મુજબ દરરોજ સવારે પાંચ થી છ વાગ્યાની આસપાસ ઓફિસે ચાલ્યા જાય છે. જાણવા મળી રહ્યું છે કે, તેઓ બપોરના 1.30 વાગ્યાની આસપાસ ઘરે પરત ફરે છે. ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો જોવા મળે છે. ત્યારબાદ આરકે દાસ ઘરમાં જાય છે.

તેઓ બાથરૂમમાં જાય છે ત્યારે તેમને બાથરૂમમાંથી પોતાની 50 વર્ષીય પત્ની લક્ષ્મીદાસ અને 21 વર્ષીય દીકરી આંચલનું મૃતદેહ મળી આવે છે. ત્યારબાદ તેઓ આ ઘટનાની જાણ પોલીસને કરે છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બંનેનો ધારદાર વસ્તુ વડે જીવ લેવામાં આવ્યો છે.

પોલીસ આવ્યા બાદ આરકે દાસનો દીકરો અમન પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. તેને પોતાના હાથમાં પાટો બાંધેલો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનાને લઈને પોલીસ ફોરેન્સિક ટીમ અને ડોગ સ્કવોડ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. અમને જોઈને ડોગ સ્કવોડના કુતરા પણ કૂદકા મારવા લાગ્યા હતા.

ત્યારબાદ પોલીસે શંકાના આધારે અમનની પૂછપરછ શરૂ કરી હતી. કડક પૂછપરછ દરમિયાન અમને પોતાનો ગુનો કબુલ કર્યો હતો. અમને જણાવ્યું કે સૌપ્રથમ તેને ધારદાર વસ્તુ વડે પોતાની બહેનનો જીવ લીધો. બહેનની ચીસો સાંભળીને માતા ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ અમને પોતાની માતાનો પણ જીવ લઈ લીધો હતો.

આ ઘટનામાં બંનેના ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયા હતા. આ ઘટના બન્યા બાદ અમન ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. મળતી માહિતી અનુસાર અમનને ડ્રગ્સની લત લાગી ગઈ હતી. અમનની માતા અને તેની બહેન અમનને ડ્રગ્સ લેતા રોકતા હતા. તેથી અમને બંનેનો જીવ લઈ લીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*