સુરતમાં વિડીયો બનાવતી વખતે 19 વર્ષનો યુવક જમીન પર પટકાયો, યુવકનું રહસ્યમય મૃત્યુ – જાણો સમગ્ર મામલો

Published on: 12:12 pm, Mon, 31 January 22

સુરતમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર શોર્ટ વિડીયો બનાવતી વખતે 19 વર્ષના યુવકનું રહસ્યમય મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા કેનાલ વોક-વે પર બની છે.

અહીં શોર્ટ વિડીયો બનાવતી વખતે એક યુવક અચાનક જમીન પર ઢળી પડ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોએ કહ્યું કે, પ્રથમને ટીકટોક વિડીયો બનાવવાનો ખૂબજ શોખ હતો.

આ સમગ્ર ઘટનાને લઇને પ્રથમના દોસ્તારો નું કહેવું છે કે, વિડિયો નું શૂટિંગ શરૂ કરતાં જ પ્રથમ અચાનક જમીન પર ઢળી પડ્યો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ પ્રથમ હતું. તેની ઉંમર માત્ર 19 વર્ષની જ હતી.

મળતી માહિતી અનુસાર પ્રથમ પોતાના એક મોટાભાઈ અને માતા-પિતા તથા દાદી સાથે રહેતો હતો. તે ઘરમાં સૌનો લાડકો હતો. આ ઉપરાંત પ્રથમના પિતાએ જણાવ્યું કે, પ્રથમને ભણવામાં રસ ન હતો. તેથી તે મારી સાથે સાડીના વેપારમાં જોડાઈ ગયો હતો.

આ સમગ્ર ઘટનાને લઇને પ્રથમના મિત્રે જણાવ્યું કે, અમે રવિવારના રોજ ટીકટોક વિડીયો બનાવવા માટે ગયા હતા. સિટીલાઇટ વિસ્તારમાં આવેલ કેનાલ વોક-વે પર અમે વીડિયો બનાવી રહ્યા હતા. જ્યારે વિડીયો બનાવવા માટે મોબાઈલ નો કેમેરો શરૂ કર્યો ત્યારે પ્રથમ અચાનક જ જમીન પર ઢળી પડ્યો હતો.

ત્યારબાદ ત્યાં ઉભેલી પીસીઆર વાનની મદદ લેતા અમે 108 ને કોલ કર્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ પ્રથમનો જીવ બચ્યો નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં વિડીયો બનાવતી વખતે 19 વર્ષનો યુવક જમીન પર પટકાયો, યુવકનું રહસ્યમય મૃત્યુ – જાણો સમગ્ર મામલો"

Leave a comment

Your email address will not be published.


*