મિત્રો થોડાક દિવસો પહેલા એક સરકારી શિક્ષકનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ બાબતને લઈને હવે મોટો ખુલાસો થયો છે. આ સરકારી શિક્ષકનો જીવ બીજા કોઈએ નહીં પરંતુ તેમની દીકરીએ જ લીધો છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુરુવારના રોજ ખુલાસો કર્યો હતો. મળતી માહિતી અનુસાર 19 વર્ષ ની દીકરીએ સુપારી આપીને પોતાના શિક્ષક પિતાનું જીવ લીધો હતો. દીકરીએ આ ગુનાને અંજામ આપવા માટે પોતાના પ્રેમીને પસંદ કર્યો હતો.
આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી દીકરી તેના બોયફ્રેન્ડ સહિત 5 લોકોની ધરપકડ કરી છે. આ ઘટના કોટા જિલ્લાના બુધાદીત પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. મળતી માહિતી અનુસાર ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ 19 થી 21 વર્ષની વયજૂથના છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મૃત્યુ પામેલા શિક્ષક નશાનો વ્યસની હતો. જેના કારણે શિક્ષક ખૂબ જ દેવામાં ડૂબી ગયો હતો.
જેથી અવારનવાર લોકો તેના ઘરે ઉઘરાણીએ આવતા હતા. શિક્ષક પોતાની લોન ચૂકવવા માટે પોતાનું ઘર વેચવા માંગતો હતો. પરંતુ આ વાત તેની દીકરીને મંજૂર ન હતી. તેથી દીકરીએ પિતાનો જીવ લીધો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, રાજેન્દ્ર મીણા નામના વ્યક્તિને બે પત્નીઓ છે. તેની પહેલી પત્નીની દીકરીનું નામ શિવાની છે. રાજેન્દ્ર મીણાની બંને પત્નીઓ અલગ અલગ રહે છે.
રાજેન્દ્ર મીણાનું સુલતાનપુરમાં ઘર છે. બીજું ઘર બિસલાઈ ગામમાં છે. રાજેન્દ્ર મીણાની બીજી પત્ની ગામમાં રહે છે. જ્યારે શિવાની તેની માતા સુગના સાથે સુલતાનપુરના ઘરમાં રહે છે. નશાની રત્ના કારણે રાજેન્દ્ર મીણા ખૂબ જ દેવામાં ડૂબી ગયો હતો. તે પોતાનું દેવું ચૂકવવા માટે પોતાનું સુલતાનપુર નું મકાન વેચવા માગતો હતો. આ ઘર રાજેન્દ્ર મીણાના પહેલી પત્નીના નામે છે.
સતત ઉઘરાણી કરવાવાળા લોકો ઘરે આવતા હતા. આ વાતથી રાજેન્દ્રની દીકરી શિવાની ખૂબ જ નારાજ થઈ ગઈ હતી. ગુસ્સામાં આવીને શિવાની એ પોતાના પિતા સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. જ્યારે શિવાનીને સુલતાનપુરનું ઘર વેચવાની ખબર પડી ત્યારે તે ખૂબ જ ગુસ્સામાં આવી ગઈ હતી. તેથી શિવાનીએ પોતાના પિતાનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો. શિવાની આ મામલામાં પોતાના પ્રેમી અતુલને જોડિયો હતો.
અતુલે આ ઘટનાને અંજામ આપવા માટે પાંચ થી છ છોકરાઓને સાથે લાવવાનું કહ્યું અને પૈસા માંગ્યા હતા. ત્યારબાદ શિવાનીએ 50000 રૂપિયાની વ્યવસ્થા કરી હતી. 50000 રૂપિયા મળતા જ અતુલે પોતાના મિત્રો સાથે મળીને શિવાનીના પિતાનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો. શિવાનીએ તેના પ્રેમી અતુલને આખું લોકેશન સમજાવ્યું. તેને જણાવ્યું કે, તેના પિતાથી સવારે ત્રણ વાગે નીકળીને સુલતાનપુર અમારી પાસે આવે છે.
તે પછી અહીંથી તેઓ સ્કૂલે જવાના છે. આ માહિતી મળતા જ આરોપીઓ સુલતાનપુર જવાના રસ્તા પર છુપાઈ ગયા હતા. આરોપીએ મળીને 25 જૂનના રોજ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીઓએ 25 જૂનના રોજ સવારે 3:00 વાગ્યાની આસપાસ રાજેન્દ્ર મીણા પર પ્રહાર કર્યા હતા. જેથી રાજેન્દ્ર મીણાનું કરણ મૃત્યુ નીપજ્યું હતું.
સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે શંકાના આધારે રાજેન્દ્રની દીકરી શિવાનીની પૂછપરછ કરી હતી અને કડક પૂછપરછ દરમિયાન તેને પોતાનો ગુનો કબૂલ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment