ગુજરાતમાં બનેલી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. જેતપુરમાં માત્ર 18 વર્ષની વિદ્યાર્થીનીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ ઘટના બનતા જ દીકરીના પરિવારજનો અને સરદાર સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. દીકરી સરદાર પટેલ કન્યા કેળવણી મંડળમાં અભ્યાસ કરતી હતી અને તે હોસ્ટેલમાં રહેતી હતી.
અહીં હોસ્ટેલમાં તેને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો. આ કારણસર તેનું મોત થયું છે. વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલી દીકરીનું નામ કશીશ સતિષભાઈ પીપળવા હતું અને તેની ઉંમર 18 વર્ષની હતી. દીકરી જામકંડોરણા તાલુકાના જામદાદર ગામની રહેવાસી હતી.
તે કન્યા કેળવણી મંદિરમાં BCAનો અભ્યાસ કરતી હતી. દીકરી અભ્યાસ કરતી હતી. ત્યારે અચાનક જ તે બેભાન થઈને જમીન પર ઢળી પડી હતી. પછી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
અહીં ફરજ પરના ડોક્ટરે દીકરીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. ડોક્ટરની પ્રાથમિક તપાસ અનુસાર દીકરીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ ઘટનાને લઈને પોલીસે કેસ નોંધીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.
માત્ર 18 વર્ષની દીકરીનું મોત થતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ. જાણવા મળી રહ્યું છે કે દીકરીને બે વર્ષથી વાલની બીમારી હતી. વાલની બીમારીના કારણે તેને હાર્ટ એટેક આવ્યો છે તેવી સંભાવનાઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment