આજકાલ જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. મૃત્યુ પામેલો વિદ્યાર્થી આઇઆઇટીની તૈયારી પણ કરી રહ્યો હતો. વિદ્યાર્થીએ પોતાના જ પિતાની લાઇસન વાળી બંદૂકથી પોતાના પર ગોળી ચલાવીને પોતાનો જીવ લીધો હતો.
વિદ્યાર્થીએ શા માટે આ પગલું ભર્યું તેની કોઈ પણ માહિતી સામે આવી નથી અને પોલીસની ઘટના સ્થળેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ પણ મળી નથી. આ ઘટના આજરોજ સવારે લગભગ 10:00 વાગ્યાની આસપાસ ગ્વાલિયરમાં બની હતી. મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ રાજ ગુર્જર હતું અને તે ધોરણ 11માં અભ્યાસ કરતો હતો.
સવારે લગભગ 10:00 વાગ્યાની આસપાસ તે પહોંચી ગયા થી ઘરે આવ્યો હતો. ઘરે આવ્યા બાદ તે કોઈની સાથે કંઈ પણ બોલ્યા વગર પોતાની રૂમમાં ચાલ્યો ગયો હતો અને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. પરિવારના તમામ સભ્યો પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. ત્યારે થોડીક વાર બાદ અચાનક જ પરિવારના સભ્યોને ગોળી ચાલવાનો અવાજ સંભળાયો હતો.
અવાજ સાંભળતા જ પરિવારના લોકો તાત્કાલિક રાજની રૂમ તરફ દોડી આવ્યા હતા. પરિવારના લોકોએ બારીમાંથી ડોકું કરીને જોયું ત્યારે ખબર પડી કે અંદર રૂમમાં રાજ જમીન પર ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો છે. અને તેની નજીક લાઇસન્સ વાળી બંદૂક પણ પડેલી છે. ત્યાર પછી પરિવારના લોકોએ તાત્કાલિક આ ઘટનાની જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
ત્યાર પછી રૂમનો દરવાજો તોડીને અંદર પ્રવેશ મેળવવામાં આવ્યો હતો. મૃત્યુ પામેલા આજે કયા કારણોસર આ પગલું ભર્યું એની કોઈ પણ માહિતી સામે આવી નથી. તે છેલ્લા એક વર્ષથી iit ની તૈયારી કરતો હતો. પરિવારના લોકોએ જણાવ્યું કે રાજને ભણવામાં પણ ટેન્શન ન હતું અને પરિવારના સભ્યોએ પણ તેના પર કોઈ દબાણ કર્યું ન હતું. મૃત્યુ પામેલા રાજના પિતા ખેડૂત છે.
રાજ બે ભાઈઓમાં નાનો છે. જેથી તે પરિવારના બધા લોકોનો લાડલો હતો. તેને ક્રિકેટ રમવાનો ખૂબ જ શોખ હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે રાજના પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં તો ઘટના સ્થળેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. પરંતુ પોલીસે મૃત્યુનું સાચું કારણ જાણવાની કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસે લાયસન્સ વાળી બંદૂક ઘટના સ્થળેથી જપ્ત કરી લીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment