આ દેશમાં 12 માળની બિલ્ડિંગ ધરાશાયી થતા ગુજરાતી પરિવાર સહિત દુર્ઘટનામાં 160 લોકો દટાઈ ગયા, જુઓ વિડિયો…

52

અમેરિકાના મિયામીમાં સમુદ્ર કિનારે એક બાર માળની બિલ્ડિંગ અચાનક જ ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટનામાં ચાર લોકો મૃત્યુ પામ્યા અને 160 લોકો હજુ સુધી લાપતા છે. ઉપરાંત સુરક્ષા ઓ દ્વારા 201 લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા.

ઉપરાંત મીયામિમાં રહેતું ગુજરાતી પરિવાર હજુ સુધી લાપતા છે. લાપતા લોકોની હજુ સુધી શોધખોળ ચાલુ છે. ફલોરિડા સરકારે દુર્ઘટનામાં પીડિત લોકોને મદદ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ અહીં ઇમરજન્સી લાગુ કરી દીધી છે.

ઉપરાંત બિલ્ડીંગ નીચે બનેલા અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદવાનું કામ શરૃ કરી દીધું છે. અને બચેલા લોકો ની શોધખોળ શરૂ છે. આ ઉપરાંત રેસ્કયુ ટીમ દ્વારા આખી રાત કામ ચાલુ રહેશે.

સતત કાટમાળમાંથી કેટલાક લોકોના અવાજ સંભળાઈ રહ્યા છે અત્યાર સુધીમાં 35 લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા છે. તેમાં એક ગુજરાતી પટેલ પરિવાર પણ છે.

42 વર્ષીય વિશાલ પટેલ, તેમના પત્ની ભાવના પટેલ તથા તેમની એક પુત્રી આઈશાની પટેલ પણ હજુ લાપતા છે. ભાવના પટેલ હાલમાં ગર્ભવતી હતા. આ પરિવારના સભ્યો દ્વારા તેમની શોધખોળ કરવા માટે મદદ માગવામાં આવી છે.

આ 12 માળની બિલ્ડિંગ 1980માં બનાવવામાં આવી હતી. આ બિલ્ડીંગ નું નામ શેમપલેન ટાવર છે. આ બિલ્ડિંગ સમુદ્રની સામે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!