હીરા ઘસવાનું કામ કરતા 16 વર્ષના બાળકો સાડી વડે ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું…જાણો સમગ્ર ઘટના…

ગુજરાત રાજ્યમાં દિવસને દિવસે ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને આજકાલના યુવાનો અને યુવતીઓ નાની નાની બાબતમાં સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે છોટાઉદેપુરમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. અહીં બોડેલીમાં રહીને હીરા ઘસવાનું કામ કરતાં 16 વર્ષના યુવકે આ ગમ્યા કારણોસર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું.

યુવકનું મૃત્યુ થતાં આજે ચારેય બાજુમાં છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા બોડેલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સુસાઇડનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, પાવી જેતપુરના એક ગામનો યુવક પોતાની માતા સાથે બોડેલી ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો.

મૃત્યુ પામેલા યુવકના પિતા વડોદરા ખાતે ડ્રાઇવિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવકની માતા બોડેલીમાં એક દુકાનમાં નોકરી કરે છે. જ્યારે 16 વર્ષનો યુવક હીરા ઘસવાનું કામ કરતો હતો અને પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ બનતો હતો. તેને અગમ્યા કારણોસર આજરોજ સવારથી બપોરના સમય વચ્ચે પોતાના જ ઘરમાં સાડીનો ગાળીયો બનાવીને ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ ઘટનાની જાણ થતા જ યુવકની માતા તાત્કાલિક ઘરે દોડી આવી હતી અને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને સુસાઇડનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. 16 વર્ષના દીકરાનું મૃત્યુ થતાં જ માતા-પિતા પડી ભાંગ્યા હતા. 16 વર્ષના યુવક સાથે એવું તો શું થયું હશે કે તેને આ પગલું ભરી લીધું. આ પ્રશ્નના જવાબ શોધવાની કામગીરી પોલીસે શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*