હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર લખપત તાલુકાના જુણાગીયા ગામ નજીક સીમામાં આવેલા એક ખેતરના શેઢા પર ઝાડ સાથે દોરી બાંધીને ધોરણ 9 માં અભ્યાસ કરતા 15 વર્ષના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ ઘટના બનતા જ પરિવાર અને ગામના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ જીતેન્દ્ર હતું અને તેની ઉંમર 15 વર્ષની હતી. તે જુણાગીયા ગામે રહેતા ખીમજીભાઈ પુનાભાઈ જેપારનો પુત્ર હતો. મળતી માહિતી અનુસાર જીતેન્દ્ર ગામ નજીક આવેલા રાજગોર હંસરાજભાઈના ખેતરના શેઢા પર આવેલા ઝાડ પર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
મળતી માહિતી અનુસાર ગુરૂવારના રોજ બપોરના સમયે જીતેન્દ્ર ખેતરે જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળી ગયો હતો. મોડી સાંજ થઈ ગઈ છતાં પણ જીતેન્દ્ર ઘરે પરત ફર્યો અને તેથી પરિવારજનોએ જીતેન્દ્રની શોધખોળ શરૂ કરી હતી. આખી રાત જીતેન્દ્રની શોધખોળ કરી પરંતુ જીતેન્દ્રનું અત્તોપત્તો લાગ્યો નહીં.
ત્યારે બીજા દિવસે સવારે ગામથી લગભગ એકાદ કિલોમીટર દૂર આવેલા ખેતરના શેઢા પર આવેલા એક ઝાડમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.આ ઘટના બધા જ ગામના લોકો તાત્કાલિક જીતેન્દ્રને આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ ત્યાં હાજર તબીબે જીતેન્દ્રને મૃત જાહેર કર્યો હતો.
ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. જીતેન્દ્ર કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ અગમ્ય કારણોસર જીતેન્દ્રએ પોતાનું જીવન ટુંકાવ્યું છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.
જવાન દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. જીતેન્દ્ર ધોરણ-9 માં અભ્યાસ કરતો હતો. મળતી માહિતી અનુસાર ખીમજીભાઈને ચાર દિકરીઓ તેમજ ત્રણ દીકરાઓ છે. ત્રણ દીકરાઓમાં જીતેન્દ્ર સૌથી નાનો હતો. જીતેન્દ્રનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment