હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 15 વર્ષના માસુમ બાળક સાથે કંઈક એવી ઘટના બની કે બાળકના માતા-પિતા દોડતા થઈ ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે, બાળકનું વીજ કરંટ લાગવાના કારણે દર્દનાક મોત થયું છે. મળતી માહિતી અનુસાર બાળક ઘરેથી કેનાલમાં ન્હાવા માટે ગયો હતો.
કેનાલની ઉપર એક ઈલેક્ટ્રીક વાયર લટકતો હતો. આ વાયર તૂટીને કેનાલના પાણીમાં પડ્યો હતો. જેના કારણે પાણીમાં કરંટ ફેલાઈ ગયો હતો અને પાણીમાં ના રહેલા બાળકને જોરદાર કરંટ લાગ્યો હતો. ત્યારે ત્યાં હાજર અન્ય એક યુવક બાળકને બચાવવા માટે પરંતુ તે બાળકને બચાવી શક્યો નહીં.
તે યુવક ની હાલત પણ ખરાબ થઈ ગઈ છે. આ ઘટના ઉત્તરપ્રદેશમાંથી સામે આવી રહે છે. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા બાળકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, કેનાલની ઉપર લટકતા ઈલેક્ટ્રીક વાયરની અનેક વખત તેમને વીજ વિભાગને ફરિયાદ કરી હતી.
પરંતુ વીજ વિભાગએ ધ્યાન આપ્યું નહીં. જો વીજ વિભાગે આ બાબતનું ધ્યાન આપ્યું હોત તો આજે અમારા દીકરાનો જીવ બચી ગયો હોત. આ ઘટના બનતા જ મૃત્યુ પામેલા બાળકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર 15 વર્ષનો બાળક કેનાલમાં ન્હાવા પડ્યો હતો.
આ દરમિયાન અચાનક જ તેને પાણીમાં જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા જ પાણીમાં તેનું મોત થઈ ગયું હતું. ત્યારબાદ ત્યાં હાજર એક યુવક બાળકને બચાવવા માટે પાણીમાં જમ્પ લગાવો છે. પરંતુ તેને પણ વીજ કરંટ લાગ્યો હતો એટલે તે કેનાલ માંથી બહાર નીકળી ગયો હતો. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા અને હૈયાફાટ રૂદન કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment