હાલમાં બનેલી એક દર્દનાથ ઘટના સામે આવી છે. આ ઘટનામાં વીજ કરંટ લાગવાના કારણે સહકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓનું કરુણ મૃત્યુ નીપજ જેવું છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ આર્યન હતું અને તેની ઉંમર 14 વર્ષની હતી. આર્ય મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
આ ઘટના હરિયાણાના કરનાલ જિલ્લાના કુટેલ ગામમાં બની હતી. કુટેલ ગામનો આર્યન સરકારી વરિષ્ઠ માધ્યમ શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતો હતો. આજરોજ તે શાળામાં ગેરહાજર જણાવ્યું હતું. આર્યન ગેરહાજર છે તેવી જાણ સ્કૂલના મેનેજમેન્ટને થતા સ્કૂલ મેનેજમેન્ટે તેના પરિવારના સભ્યોને વોટ્સએપ ગ્રુપ અને કોલ દ્વારા આ અંગે જાણકારી આપી હતી.
મળતી માહિતી અનુસાર આર્યનના પરિવારના લોકોએ જણાવ્યું કે, તે સવારે સ્કૂલ ડ્રેસ પહેરીને બેગ લઈને શાળાએ જવા માટે નીકળ્યો હતો. મળતી માહિતી અનુસાર પરિવારના સભ્યોએ આર્યનની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન પરિવારના લોકો સ્કૂલથી થોડીક દૂર આવેલા સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.
ત્યાં આર્યન મળી આવ્યો હતો. આર્યન તેની માતાને કહેતો હતો કે, મારું બેગ ટોયલેટના છત ઉપર છે. ત્યારબાદ આર્યન માતાની હાજરીમાં ટોયલેટના છત પર પોતાનું બેગ લેવા માટે જાય છે. આ છત પરથી 11000 વોલ્ટનો એક વીજળીનો વાયર પસાર થઈ રહ્યો હતો.
આ દરમિયાન ઈલેક્ટ્રીક વાયર આર્યનના ગળા પર અડે છે અને આર્યનને જોરદાર કરંટ લાગે છે. આ ઘટનામાં માતાની નજર સામે આર્યનનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બન્યા બાદ ગામના લોકોને સ્કૂલના મેનેજમેન્ટ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે ઇલેક્ટ્રીક વાયરમાં પાવર બંધ કરાવીને આર્યનના મૃતદેહને નીચે ઉતાર્યું હતું. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. પોલીસે સમગ્ર ઘટનાને લઈને સ્કૂલ મેનેજમેન્ટ અને અન્ય લોકોની પૂછપરછ શરૂ કરી છે. આર્યનના મૃત્યુ બાદ ગામના લોકોએ વીજળી નિગમ પર બેદરકારી નો આરોપ લગાવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment