14-year-old boy dies after drowning in water: હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં 14 વર્ષના દીકરાનું મોત(14-year-old boy dies) થતાં જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. જાણવા મળી રહ્યું છે કે 80 ft ની ઊંચાઈ પર બનાવેલી પાણીની ટાંકીમાં(water tank) ડૂબી જવાના કારણે બાળકનું મોત થયું છે. મૃત્યુ પામેલા બાળકના પરિવારજનોનો આરોપ છે કે, પાણીની ટાંકી ની સંભાળ રાખનાર કર્મચારી 14 વર્ષના છોકરાને પાણીની ટાંકી સાફ કરવા માટે તેની સાથે લાવ્યો હતો.
ત્યારબાદ તેને જ મોટર શરૂ કરી દીધી હતી, જેના કારણે બાળકનો પગ પાઇપમાં ફસાઈ ગયો અને તેનું મોત થઈ ગયું હતું. આ ચોક આવનારી ઘટના મધ્યપ્રદેશના અશોકનગરમાંથી સામે આવી રહી છે. આજરોજ સવારે 11 વાગ્યાની આસપાસ 14 વર્ષનું સૂરજ નામનો બાળક રમતા રમતા પાણીની ટાંકી પાસે પહોંચ્યો હતો.
ત્યારબાદ સૂરજ પાણીની ટાંકીમાં ડૂબી ગયો હતો અને તેનું મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે 80 ft ની ઊંચાઈ પર આવેલી પાણીની ટાંકીમાં ડૂબી જવાના કારણે સૂરજનું મોત થયેલું છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા બાળકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, ગામમાં નળના પાણીની યોજના માટે બનાવવામાં આવેલી ટાંકીની દેખરેખ ગામનો એક વ્યક્તિ કરે છે.
ટાંકીની સાફ-સફાઈ આજ વ્યક્તિને કરવાની હોય છે. પરંતુ તેને ટાંકીની સાફ-સફાઈ કરવા માટે બાળકને પાણીમાં ઉતાર્યો હતો. જ્યારે બાળક પાણીમાં ઉતાર્યો ત્યારે ટાંકીમાં બે ફૂટથી પણ વધારે પાણી હતું. ત્યારે ગામમાં પાણીની સપ્લાય માટે રાખેલી મોટર ચાલુ કરવામાં આવી હતી.
મોટર ચાલુ થતા જ પાણીમાં ઉભેલો બાળકનો પગ પાઇપમાં ફસાઈ ગયું હોય તો જેના કારણે તે પાણીમાં ડૂબા લાગ્યો હતો અને તેનું મોત થઈ ગયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ બેભાન હાલતમાં બાળકને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બનતા જ બાળકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment