મિત્રો 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર નું ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર ભારતમાં તમામ સનાતનિઓ ભગવાન શ્રી રામના સ્વાગત માટે અડીખમ તૈયાર છે અને ભગવાન શ્રીરામ નું ભવ્યથી ભવ્ય સ્વાગત માટે લોકો ખૂબ જ તૈયારી કરી રહ્યા છે
ત્યારે સુરત શહેરમાં પણ ભગવાન શ્રીરામના સ્વાગત માટે મોટા-મોટા બેનરો લાગ્યા છે.સુરતની બિલ્ડીંગ પર લગભગ 120 ફૂટ ઊંચું ભગવાન શ્રીરામનું બેનર લાગ્યું છે અને બિલ્ડીંગ ના રહેવાસીઓનું કહેવું છે કે ભગવાન શ્રીરામ દરેક સનાતનનીઓના ઘરે દરેકના ઘરે આવી રહ્યા છે
માટે અમે ખૂબ જ તડામાર તૈયારી કરી રહ્યા છીએ.મિત્રો 22 જાન્યુઆરી ઇતિહાસમાં એક એવી તારીખ બનશે જ્યારે ફરી એક વખત દિવાળી જેવો માહોલ હશે. તમામ સનાતનીઓ ભગવાન શ્રીરામનું પૂજા અર્ચના વિવેક સાથે ભારત વર્ષની પાવન ધરતી અયોધ્યામાં બાળ સ્વરૂપ રામલલાનું સ્વાગત કરવામાં આવશે.
સુરત શહેરના રામ ભક્ત શ્રી જુલીન ભાઈ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે તેઓ પણ પોતાની સોસાયટી અને ઘર સજાવાના છે. રંગોળી કરશે દીવા કરશે અને અયોધ્યા ખાતે જ્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપવાસ કરવાના છે અને રામભક્ત જુલિનભાઈ પણ ઉપવાસ કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment