12 પવિત્ર જ્યોતિર્લિંગમાં સમાવેશ થતા સોમનાથ મંદિરના વર્ષો જુના ફોટોઝ… “બોલો હર હર મહાદેવ”

સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગર કાંઠે આવેલું ભવ્ય મંદિર છે, ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગ માનુ એક જ્યોતિર્લિંગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયું છે, મંદિરની ખ્યાતી થી લંચાઇને લૂંટ તથા ધર્માતરણ કરવાની ઇરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણ કરો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે.

 1951માં નવા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા - આઝાદ ભારતનાં ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલનો સોમનાથ સાથે જૂનો નાતો છે.1951 ના રોજ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતી ડો.રાજેન્દ્રપ્રસાદના વરદ હસ્તે વર્તમાન સોમનાથ મંદિરની પ્રાણ પ્રતીષ્ઠા કરવામાં આવી હતી. સવાયા ગુજરાતી અને અખંડ ભારતનાં શિલ્પી સાહેબનાં આગ્રહથી જ તત્કાલીન રાષ્ટ્રપતિ સોમનાથ પધાર્યા હતા. સરદારે જ સોમનાથનાં પુનઃનિર્માણનું પ્રણ લીધું હતું. અને તેઓ એજ પૂર્ણ કર્યું. આજે જે સોમનાથ મંદિરનાં આપણે દર્શન કરીએ છીએ તો સરદાર સાહેબને આભારી છે.

મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરી બાંધવામાં આવ્યું છે. સોમનાથનું પહેલું મંદિર 2000 વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઈસવીસન 649 ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. 725 મી સદીમાં સિંધના આરબ શાસક જુનાયદે તેની તેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો.

પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ 815 માં ત્રીજી વખત લાલ પથ્થર વાપરી મંદિરનું નિર્માણ કર્યું. 1026 ની સાલમાં મોહમ્મદ ગઝનીએ સોમનાથના મંદિરના કિંમતી ઝવેરાત અને મિલકતની લૂંટ કરી હતી. લૂંટ કર્યા પછી મંદિરના અસંખ્ય યાત્રાળુઓનુ કતલ કરી અને મંદિરને સળગાવી તેનો વિનાશ કર્યો. 1026 થી 1042 ના સમયમાં માળવાના પરમાર રાજાભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિર નું નિર્માણ કર્યું.

1299 ની સાલમાં જ્યારે દિલ્હી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો. 1394 માં તેનો ફરીથી વિનાશ થયો, 1706 ની સાલમાં મોગલ શાસક ઔરંગઝેબે ફરીથી મંદિર તોડી પાડ્યું હતું. ભારતના લોખંડી પુરુષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર 13, 1947 ના રોજ મંદિર નું પુનઃ નિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજના સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું.

ચારે ડિસેમ્બર એક 1195 ના દિવસે આ મંદિરનું પુનઃ નિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયમાં ભારતના રાષ્ટ્રીય ડોક્ટર શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું. 1951માં જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રીય ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધિ કરી ત્યારે તેમણે કહ્યું કે “સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતીક છે”.

શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરી છે. હાલમાં ટ્રસ્ટના ચેરમેન પીએમ શ્રી નરેન્દ્ર મોદી છે અને સરદાર પટેલ આ ટ્રસ્ટના પ્રથમ ચેરમેન હતા. ચાલુક્ય શૈલી થી બાંધેલું આજનું “કૈલાશ મહા મેરુ પ્રસાદ મંદિર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભુત પ્રદર્શન કરે છે. છેલ્લા 800 વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી, સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધ્રુવ ની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*