ગાયને બચાવવા જતાં બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા સર્જાયો અકસ્માત, 12 લોકોના કરૂણ મૃત્યુ, 32 પેસેન્જર ઇજાગ્રસ્ત…

Published on: 10:30 am, Thu, 7 October 21

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ છે અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે યુપી ની એક ખૂબ જ ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર યુપીના બારાબંકીના કિસાન પથના આઉટર રિંગરોડ પર એક મોટી અકસ્માતની ઘટના બની છે.

અકસ્માતમાં બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં લગભગ 12 લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત 32 જેટલા પેસેન્જરો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જાતા પોલીસ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર આ અકસ્માત કોતવાલીની માટી પોલીસ ચોકીના બાબરી ગામ નજીક થયો હતો. મળતી માહિતી અનુસાર ગાયને બચાવવા માટે બસની ટક્કર ટ્રક સાથે થઈ હતી.

અકસ્માત એટલો જોરદાર થયો હતો કે 12 લોકોના મૃત્યુ થયા હતા. બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં બસનો તો ભાંગીને ભુક્કો થઈ ગયો હતો.  અકસ્માત બનતા જ આસપાસના લોકો દ્વારા ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

આ ઉપરાંત અકસ્માત થતાં જ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી મળતી માહિતી મુજબ બસમાં 60 થી 70 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. પોલીસ દ્વારા મૃત્યુ પામેલા તમામ લોકો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને મામલો સાથે લીધો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર મુસાફરોથી ભરેલી બસ દિલ્હીથી બહરાઈચ શરીફ જઈ રહી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!