22 ફૂટ ઊંડા સ્વિમિંગ સ્વિમિંગ પુલમાં ડૂબી જતા, ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીનું કરુણ મોત… માતા-પિતાએ એકનો એક દીકરો ગુમાવ્યો…

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ધોરણ 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું તડપી તડપીને મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે વિદ્યાર્થીનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાના કારણે મોત થયું છે. ઘટનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, વિદ્યાર્થીને તરતા આવડતું ન હતું. મૃત્યુ પામેલા વિદ્યાર્થીના પરિવારજનોનું કેવું છે કે, સ્કૂલ મેનેજમેન્ટની બેદરકારીના કારણે તેમના દીકરાનો જીવ ગયો છે.

આ દુઃખદ ઘટના લખનઉની સૈનિક સ્કૂલમાંથી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, સ્વિમિંગ દરમ્યાન કોઈ પણ કોચ કે લાઈફ ગાર્ડ ત્યાં હાજર ન હતો. આ સ્પષ્ટ દર્શાવે છે કે શાળા પ્રશાસનની બેદરકારીના કારણે એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ ઓમ હતું અને તેની ઉંમર 17 વર્ષની હતી.

ઓમનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે મોત થયું છે. ઓમ કેપ્ટન મનોજ પાંડે સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ઓમના પિતા સીઆરપીએફના જવાન છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા ઓમના પિતાએ જણાવ્યું કે, તેમને શુક્રવારના રોજ રાત્રે લગભગ 9:00 વાગ્યાની આસપાસ ઓમના ગુમા થવાની જાણ થઈ હતી.

જાણવા મળી રહ્યું છે કે ચાર પાંચ કલાક બાદ ઓમનું મૃત દેશમાંથી મળી આવ્યું હતું. એકના એક દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ઓમ જે સ્વિમિંગ પૂલમાં ડૂબ્યો તેની ઊંડાઈ લગભગ 22 ફૂટ છે. જ્યારે ઓમ સ્વિમિંગ પૂલમાં ડૂબીઓ ત્યારે ત્યાં કોઈપણ કોચ કે લાઈફ ગાર્ડ હાજર ન હતા.

ઓમની ગુમ થવાની ફરિયાદ મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે ઓમને શોધી કાઢ્યો હતો. જ્યારે પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે ઘણા બધા બાળકો સ્વિમિંગ પૂલમાં ન્હાતા નજરે પડી રહ્યા હતા. આ દરમિયાન ઓમ પાણીમાં ડૂબી ગયો હશે તેવું કહેવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*