સુરત શહેરમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી રહી છે. અહીં નાના વરાછા વિસ્તારમાં ધોરણ 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પોતાના ઘરમાં રસોડામાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ દીકરીના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. વહેલી સવારે ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
દીકરીએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને કાપોદ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. સુરત શહેરમાં વાર્ષિક પરીક્ષાઓની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓમાં જીવ ટૂંકાવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે સુરતના નાના વરાછા વિસ્તારમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી રહી છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો નાના વરાછા વિસ્તારમાં આવેલી હાઉસિંગ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ વેગડ, પોતાની પત્ની, દીકરો અને દીકરી સાથે રહે છે. સુરેશભાઈ વરાછામાં મોટરસાયકલનું ગેરેજ ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સુરેશભાઈ ની 17 વર્ષની દીકરી સુમિતા ધોરણ 11માં અભ્યાસ કરતી હતી.
તે વરાછા વિસ્તારમાં આવેલી તપોવન વિદ્યાલયમાં ભણતી હતી. આજરોજ વહેલી સવારે સુમિતાનું મૃતદેહ રસોડામાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે દીકરીએ જ્યારે ગળાફાંસો ખાધો ત્યારે પરિવારના સભ્યો નીંદરમાં હતા.
પેલી સવારે 5:00 વાગ્યાની આસપાસ સુમિતાનું મૃતદેહ રસોડામાં લટકતી હાલતમાં મળી આવ્યું હતું. તેને રસોડાની છત પર લગાવેલા હુક સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.વહેલી સવારે જ્યારે સુનીતા ની માતા ઉઠીને રસોડામાં જાય છે. ત્યારે તેમને પોતાની દીકરીનું મૃતદેહ ત્યાં લટકતી હાલતમાં જોયું હતું. દીકરીના મૃતદેહને જોઈને માતાના પગ નીચેથી જમીને સરકી ગઈ હતી.
દીકરીનું મૃત્યુ થતાં જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલી દીકરી ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આ ઘટનાની જાણ કાપોદ્રા પોલીસને કરી હતી. સ્થળે પહોંચીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ઘટના સ્થળેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment